Loading...

Vision of Youth in Gujarati

દક્ષિણ એશિયા માટે યુવાનોનું સ્વપ્ન

 

દક્ષિણ એશિયાઈ યુવાનો માટે પડકાર:

 

નીચેના વિષય પર 5 મિનિટનો વિડિયો બનાવવો:

 

“દક્ષિણ એશિયા માટે મારું સ્વપ્ન – જો હું મારા દેશનો રાષ્ટ્રપતિ/પ્રધાનમંત્રી હોત.”

 

વિષય પર પ્રતિભાવ:

 

અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના 198 યુવાનોએ દક્ષિણ એશિયા માટે પોતાના સાહસિક અને પ્રેરણાદાયી સ્વપ્ન ના વિડિયો દ્વારા પ્રતિભાવ આપ્યા ! નીચે આ સ્વપ્નોને શબ્દદેહ આપેલો છે જે આ વિડિયોના આધારે જ બનેલો  છે અને જે આ 198 ​​વિડિયોમાં વ્યક્ત થયેલી લાગણીઓ અને દ્રષ્ટિકોણોને સંકલિત અને પ્રતિબિંબિત કરે છે ! દક્ષિણ એશિયાઈ યુવાનો દ્વારા વ્યક્ત કરાયેલા દર્શનનો આ દૃષ્યપટ દક્ષિણ એશિયાઈઓની ઐતિહાસિક આકાંક્ષાઓ અને સહયોગિતા યુક્ત ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે વિચારી શકીએ તેવી કેટલીક વ્યૂહરચનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

 

દક્ષિણ એશિયા માટે યુવાનોનું સ્વપ્ન:

 

  1. દક્ષિણ એશિયા સ્વાભાવિક રીતે સરહદહીન છે. તેથી, સરહદો લાદવાને બદલે, આપણે આપણા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પાયામાં રહેલા એકરૂપ સહઅસ્તિત્વમાં રહેવું જોઈએ.

 

  1. આપણે આવા વા ભવિષ્ય માટે મજબૂત પાયો નાખવો જોઈએ અને આ માટે આંતરિક વિકાસ અને સાર્વત્રિક શિક્ષણની જરૂર પડશે. આ કરવા માટે, આપણે રાષ્ટ્રીય રોજગાર વધારવા, સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા અને પ્રાદેશિક વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો અને ડિજિટલ શાળા નેટવર્કમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 

૩. આપણે જાણીએ છીએ કે શાંતિ માટે સંવાદ અને સ્વતંત્રતા, સરહદોને અતિક્રમતી ગતિશીલતા અને લોકો-થી-લોકોની રાજનીતિની જરૂર છે. આ આપણા દેશો વચ્ચેના વર્તમાન સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેનો આધાર બનશે. આ સિદ્ધાંતને અપનાવવાથી આપણને પર્યાવરણીય આપત્તિ-જે આપણા સૌની આસપાસ ઝળુંબી રહી છે-જેવા કટોકટીના સમયમાં સાથે મળીને આગળ વધવામાં મદદ મળશે. આ આપણા સામૂહિક ભવિષ્ય માટે મૂળભૂત છે અને આને માટે તાત્કાલિક અને નક્કર ઉકેલોની જરૂર છે. આપણે સંયુક્ત નદી કાર્યક્રમો, પ્રાદેશિક ઉત્સર્જન ઘટાડા માટેની યોજનાઓ અને ઉર્જા સ્ત્રોતોના વૈવિધ્યકરણ વિશે ખૂબ ગંભીર રહેવું જોઈએ.

 

૪. ઘણીવાર, આપણે દક્ષિણ એશિયાવાસીઓ આર્થિક બ્લોક દ્વારા એકીકરણ માટે એક સામાન્ય દ્રષ્ટિકોણની જરૂરિયાત અનુભવીએ છીએ.  આવા દ્રષ્ટિકોણ દ્વારા શિક્ષિત, જોડાયેલી અને નવજાગૃત લોકોની યુવા પેઢી  રાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસના પર્યાવરણીય રીતે સંવેદનશીલ મોડેલોને અનુસરશે અને એનું માર્ગદર્શન કરશે. સરળ, નરમ સરહદો અને સામુદ્રિક માર્ગો દ્વારા જોડાણ પ્રભુત્વને બદલે સમાનતા અને સહિયારી ચિંતાઓ પર આધારિત મુક્ત વેપારને પ્રોત્સાહન આપશે.

 

૫. સાર્ક (દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન) નું પુન: જોમવંતું બનવું એ આ દ્રષ્ટિકોણનું મૂર્ત સ્વરૂપ છે.

 

દક્ષિણ એશિયા માટે યુવા દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે જરૂરી પહેલ:

 

યુવાનોને મંચ અને અવકાશ પૂરા પાડતી પ્રવૃત્તિઓ આવશ્યક છે. આનું પુનરાવર્તન થતું રહેવું જોઈએ. એક જવાબદારી ગ્રહણ કરનાર નેતા દૂરના જણાતા મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે અને ઘરની નજીક લાવે છે. તે યુવાનોને  વ્યાપક અને વધુ ઘનિષ્ઠ રીતે વાસ્તવિકતાને સમજવા માટે પ્રેરણા આપે છે જેથી તેઓ તેના માળખામાં રહેલી નબળાઈઓને ઓળખી શકે અને આપણા વિશ્વને ટકાવી રાખવા, સુધારવા અને પરિવર્તન લાવવા માટે અથાક મહેનત કરી શકે.

 

ચાલો, આપણે એકબીજાને વિભાજિત પડોશીઓ તરીકે જોવાનું બંધ કરીએ અને સંયુક્ત પરિવારોની જેમ વર્તવાનું શરૂ કરીએ… કોઈ નાના દેશો નથી, ફક્ત મજબૂત ભાગીદારી ની આ વાત છે. કોઈ ગરીબ લોકો નથી, કોઈ ગરીબ દેશો નથી, કેવળ વણપ્રયોજાયેલી ક્ષમતાઓ ની  આ વાત છે .

 

સંકલિત: કબીર રાવ – ભારત,